Satpanth mandir

(૫) સતપંથધર્મના મંદિરોના નામ વારંવાર કેમ બદલાય છે. :
આપણા ભૂતકાળની વાત કરીએ તો આપણા વડીલો જે કપડા પહેરતા હતા જે ધરમાં રહેતા હતા એના બદલે હવે આપણે પેન્ટ શર્ટ પહેરીએ છીએ અને પાકા મકાનમાં રહીએ છીએ આમા સમય અનુરૂપ ફેરબદલ થયા કરે છે અને તે જગતાનો નીયમ છે.આપણા વડીલો સારા વિચારના હતા એટલે પહેલાં એનુ નામ ખાનું રાખ્યુ હતુ કારણ કે સારી વસ્તુ ખાનામાં રહે આપણે દવાખાનાનું નામ લઇએ ટેબલના ખાના કબાટના ખાના તો ખાના શબ્દ અપભ્રંશ (ખરાબ)શબ્દ છે શું?. પછી સમયાનુસાર ફેરફાર થઇ તેને જગ્યા (જગીંયા) તરીકે ઓળખવા લાગ્યા. જગ્યાનું નામ લઇએ તો કાઠીયાવાડમાં આજે પણ જલારામબાપાની
જગ્યા, ગંગાસતીની જગ્યા, સંત દેવીદાસની જગ્યા, મૂળદાસની જગ્યા, સતારામાં ગીગાબાપાની જગ્યા. જગ્યા એટલે જયાં ભગવાનનું નામ લેવાતું હોય જયાં ભગવાનનો વાશ હોય અને જ્યાં ચોખાઇ તથા પવિત્રતા હોય તેને જગ્યા કહેવાય. અને અત્યારે તે જ્યોર્તિધામ તરીકે ઓળખાય છે. જ્યોર્તિધામ નામ વડીલોએ રાખ્યું કારણ કે ત્યાં અખંડ જયોતીઓ જલે છે અને જયાં અખંડ જયોતીઓ જલતી હોય એને જ્યોર્તિધામ જ કહેવાય પછી નકલંકધામ કે નિષ્કલંકીધામ એટલા માટે રાખ્યું કારણ કે આ મંદિરમાં ભગવાન શ્રીહરી વિષ્ણુ નાં દશમાં અવતાર ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણની ગાદી તથા ગટપાટ્ની સ્થાપના કરી એનું પુજન થાય છે.

મે 4, 2010 at 8:05 એ એમ (am) Leave a comment

Charnamrit

(૬)ચરણામૃત :-
સતપંથધર્મમાં ચરણામૃત બનાવવામાટે સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજની સમાધી તથા તેમના ચરણ પાદુકાની ચંદનવિધી કરી જળ અને માટિ થી ગોળી બનાવવામાં આવે છે. તે દિવસ તમામ સતપંથીઓ માટે બહુ અગત્યનો મનાય છે આ દિવસે પીરાણાધામ સતપંથીધર્મ પ્રેમીઓ થી ઊભરાય જાય છે.
જયારે ઘટપાટ પૂજાવિધી થાય છે ત્યારે પૂજામાં બ્રહ્મ સ્વરૂપે અક્ષતને પાણીમાં તરાવામાં આવે છે પછી શ્રી હરિ વિષ્ણુનું કળશમાં આહવાન કરવામાં આવે છે ત્યારે એ માટીની ગોળીને કપડામાં દબાવી ભગવાનના નવ અવતારનું આહવાન કરવામા આવે છે અને જયારે ૧૦મા અવતારનું નામ આવે ત્યારે એ ગોળીને કળશમાં પધરાવવામાં આવે છે.હવે ગોળીને કપડામાં દબાવવામા આવે છે એનું કારણ એ છે કે આપણે જેમ કોઇ પણ મંદિરમાં મૂર્તિ સ્થાપના કરવી હોય તો એને કપડાથી ઢાકવામાં આવે છે અને એની પ્રાણપ્રિતષ્ઠા કરીને દર્શન માટે ખુલી મુકવામાં આવે છે તેમ ચરણામૃત બનાવતા સમયે ગોળીને કપડામાં ઢાકવામાં આવે છે અને જયારે દશમા અવતારનું નામ લેવામાં આવે ત્યારે એને ખુ૯લી કરીને કળશમાં પધરાવાય છે, આ ચરણામૃતને પાવળ જળ કહેવાય છે અને આ પાવળમાં ભગવાનનાં દશમાં અવતારનો વાશ હોય છે. થોડા સતપંથ વિરોધી લોકો સતપંથ ના ખિલાફ દુષ્પ્રચાર કરવા એમ કે છે કે એ ગોળી માંસ અને માટી થી બનાવા માં આવે છે આ એકદમ ખોટી વાત છે કારણ કે(૧) શ્રી ઈમામશાહ મહારાજે સતપંથીઓ ને ૧૨ વસ્તુ (જેમ કે ડુંગળી, લસણ,હિંગ તંબાકુ , ગાંજો,માંસ- મદિરા તાંડી વગેરે )લેવાની ના કહી છે (૨)બીજી વાત જો માંસની ગોળી હોય તો એ પાણી માં ગળે(ઓગળે ) નહિ (૩)ત્રીજી વાત જો ગોળી માંસની બનેલી હોય તો એમાથી વાસ આવે (૪) સતપંથ ના વિરોધી જાણે છે કે સતપંથ ધર્મ સુદ્ધ અને સાત્વિક છે એટલે એ લોકો ને ભરમાવવા માટે આવી ખોટી અફવાઓ ફેલાવે છે હું જાહેર ચેલેન્જ આપુ છુ કે: કોઇ પણ માણસ એ પ્રુફ કરિ આપે કે આ ગોળી માંસ માંથી બનાવેલ છે તો અમે પ્રેરણાપીઠ બંધ કરી દઇશું નહિતો જે તે ભાઇ સતપંથ ધર્મ અંગીકાર કરે અને પોતે કરેલી ભુલોનો પ્રયાસ્ચીત કરે.

મે 3, 2010 at 5:04 પી એમ(pm) 4 comments

Guru diksha

 ગુરુ દીક્ષા

સતપંથ ધર્મમાં ગત ગંગાની હાજરીમાં ત્રેતીસ કરોડી દેવોનું આહવાન કરીને જયોતી સ્વરૂપ નારાયણની હાજરીમાં ગુરૂ દિક્ષા દેવામાં આવે છે.દ્રાપરયુગમાં આજ પ્રમાણે ગુરૂદિક્ષા દેવામાં આવી હતી પાંડવોના ગુરૂ ઋિષ માંકન્ડ હતા અને ગત ગંગાની હાજરીમાં કાનમાં મહામંત્ર દિધો હતો આ મહાધર્મની જે પ્રણાલીકા છે એવી પ્રણાલીકા બીજે કયાંય નથી. ધર્મનો આદેશ બતાવ્યો ત્યારે માંકન્ડ કહે

છે સાંભળો યુંધીષ્ટીર સત્યની વાતુ વીરા હુ કહું છું.સત્યની બાંધી માતા પૃથ્વી,સત્યના બાંધા રૂડા શેષનાગ,સત્યના


બાંધયા મારા હરીજન સતવાદીએ સતધર્મ ચલાવ્યો હૈ. અઠયાસી હજાર ઋિષ મણી,ઈન્દ્રને ઈન્દ્રાણી મણી અલખ વધાવ્યા સાચામોતી બ્રહ્માને બ્રહ્માણી મણી અલખ વધાવ્યા સાચા મોતી, કરોડ ત્રેત્રીશ મણીને પુજાનો જગન રચાયો તેજોમાં અલખ ધણી આવ્યા. જયોતી સ્વરૂપે નર પાટે પધારયા.ત્યાં નર નકંળક બાવો આવ્યા,એના જગનમાં ગંગાજી પધારયા એના જગન માં સિત દ્રોપદી પધારયા એને કોણીને પ્રસાદ વેંચતા આર્ય ધર્મના આદી અનાદીનો હૈ દેવતાઓ પ્રગટ કર્યો હૈ કહે ઋિષ માકંન્ડ સુણો રાજા યુધિષ્ઠર આ ધર્મ તો મરજીવાનો છે અનુભવ વગર ધર્મી નહી થવાય. યુધિષ્ઠર કહે સાંભળો મોટા ઋિષવર નિજયા ધર્મ અમોને દીજીએ.માકંન્ડ ઋિષ કહે.એક રે અંગના કરો નવ ટુકડા શિષ ઉતારી ધરણી ધરો તો હે રાજા ધર્મ તમે મહાધર્મને વરો.યુધિષ્ઠર બો૯યા શિષ ઉતારી ગુરૂના ચરણે ધરું એક અંગના નવ ટુકડા કરૂ તો મારાથી ધર્મનું પાલન કેમ થાય.ઋિષ માકંન્ડ બો૯યા ઇ વાત માતા કુંન્તી જાણે કહી રાજા ઉતાવડા પગે ચા૯યા માતાના મંદિરે આવ્યા પિરક્રમા કરી હાથ જોડી ઊભા રહયા અને બો૯યા હે માતાજી નીજયા ધર્મ અમોને દિજીએ જન્મમરણનો અમને ભય છે ભારી,તઇ માતા બો૯યા સત વચન છે માકંન્ડ ઇમા મિથ્યા જરાય નથી ધર્મ ધુણો નિજાર બંધ સપૂર્ણ જાણે સતી દ્રોપદી ઉમા જાવો મારાથી એને વધુ ખબર હૈ તો રાજા ઉતાવડે પગે ચા૯યા દ્રોપદીના મંદિરે આવ્યા ઉન્મત થઇને હાથ જોડી ઉભા રહયા.તઇ સતી કેરા નવતો અંગની નવદ્યા ભિકત ગુડા ખોડી ને પગે લાગવું એમાં નવ અંગના નવ ટુકડા થાય.શીષના સાથે શ્રીફળ ગુરૂને ચરણે મુકો તો નિજયા ધર્મને તમે વરો ત્યારે રાજા જોડે સજોડે ચા૯યા માંકન્ડ ઋિષને મંદિરે આવ્યા અને સહસ્ત્ર અઠયાસી મળી કરોડ ૩૩ મણી યુધિષ્ઠરનાં કાકંળ ભર્યા.શાસ્ત્રેામાં આજરિત બતાવી છે.ઇ જ વિધી અનુસાર સતપંથીઓને કાકળ ભરાય છે.

મે 2, 2010 at 5:41 પી એમ(pm) Leave a comment

Satpanth vaidik dharm chhe

(૮)સતપંથ વૈદીક ધર્મ છે
સતપંથ વેદ ના આધાર વાળો ધર્મ છે કેમકે આ બધા શાસ્ત્રેા એના પુરાવા કરે છે આપણા નારાયણ પરમાત્માને જયારે સૃસ્ટી ની રચના કરવાની ઇચ્છા થઇ ત્યારે નારાયણ સ્વરૂપે જળમાં ઉત્પન્ન થયા છે નારાયણ એટલે જળ.એનું પ્રમાણ ઉપિનષદોમાં બતાવ્યું છે. કે આપણા પરમાત્માએ રૂપ લીધા છે.નિલ,અનીલ,શુન,શાન,નાન,જ્ઞાન,મયાન,નુર,તેજ,જલ,કમલ,કેદમ,આદ,બુંદ,નાદ બુદ ગજ તત્વ,પ્રેમ તત્વ અને આદ પુરૂષ આદ પુરૂષથી ઓમકાર ૐ ઓમકાર માંથી ચારવેદનો પ્રકાશ,આદ પુરૂષની નાભીમાંથી સદગોર બ્રહ્મા ઉત્પન થયા અને બ્રહ્માજીના ચાર

મુખ હતા.ચારે મુખથી ચારે વેદનું પરીપાઠન કર્યું છે.અને ઇ કમળમાંથી ઉત્તપન્ન થયા એટલે બ્રહ્મા વિષ્ણું અને મહેશના ચીત્ર અત્યારે કમળ ઉપર બતાવ્યા છે.ત્યારે આ પૃથ્વીમાં જળ હતું, પ્રથમ પરમેશ્વર પ્રવાહે જળે સાગરા ત ઇ હંસનું રૂપ ધારણ કર્યું હંસા અવતાર નારાયણે પહેલા લીધો હતો.એના માટે અર્થવવેદનો હંસનાદ ઉપિનષદ કર્યો છે.નાદ એટલે આવાજ પહેલું જ મુખ ખો૯યું ત્યારે ૐ શબ્દ નીક૯યો હતો અને ચાર વેદનું પ્રકાશન બ્રહ્માજીએ કર્યુ છે. અને બ્રહ્માજીએ ધર્મના નિમ કર્યો છે વેદ સુધી પહોંચવાના અને વેદના નીમ પાળે તો ૐ કાર સુધી પહોંચી જાય અને ૐ કારમા સમાવેશ થયો એટલે નારાયણને મળી જાય એટલે વેદ ધર્મની કિમત બતાવી છે અને હંસનાદ ઉપનીષદ અર્થવવેદ નો છે કોણ બો૯યા છે ભગવાન શંકર બો૯યા છે.ભગવાન શંકર ગૌરી પાર્વતીને હિમાલયમાં લઇ ગયા અને અમર કથા સંભળાવી અમર મંત્ર દીધો છે.અને જે મંત્ર બો૯યા હતા ઇ હંસનાદ ઉપિનષદ છે.શુકદેવજી મહારાજનાં શિષ્યે આ વર્ણન કર્યુ છે.ભગવાન શંકર ગૌરી પાર્વતીને હિમાલયમાં લઇ ગયા અને િહમાલયમાં જઇને ત્રણ વખત તાળી પાડીને શંખ વગાડયો એટલે હિમાલયમાં જમીન ઉપર જીવ ન હોય આકાશમાં પક્ષી હોય બધા જ પક્ષી ઉડી ગયા ત્યારે પોપટનું ઈંડુ રહી ગયું અને આ જયાં અમર મંત્ર તેણે સાંભળયો ત્યારે પાર્વતી નીંદ્રાધીન થવાથી હોંકારો આપવામાં પડેલ ખામીથી,પોપટનું ઇંડુ સેવાઇ રહયું અને તે બચ્ચાએ આ શિવનાં મહામંત્રથી અમરતા પ્રાપ્ત કરી હોકાંરો દીધો અને જયારે આ મહામંત્ર ઉપદેશ આ ઇન્ડજ ખાણનો અદ્યમ જીવાત્મા ચેતી જવાના કારણે શિવજી તેની પાછળ ગયેલ અને પૂરા રૂપે જળમાં પ્રવેશ કરીને ભગવાન વેદવ્યાસનાં પત્નીનાં ગર્ભમાં દાખલ થયા અને સોળ વર્ષ ગર્ભવાસમાં રહયા એજ શુકદેવજી આ મહામંત્રના પ્રભાવથી શિવનો અંશ ગણાઇ ગયા તેઆ મહાન શિવ મહામંત્રનો પ્રબોધ અત્યારે પણ ચાલુ છે તે આ શિવ મહામંત્ર આ પાટ પૂજામાં )ઘટપાટપૂજા(માં પ્રસ્થાન પામેલ છે.જે સદા સુકાને લીલું અને મરેલને સજીવન કરે છે.આ પાટ પૂજા સતધર્મ (સતપંથ) અથવા મહાધર્મ અથવા નીજયાધર્મ અથવા અથવા સનાતન ધર્મ જે એકરૂપ છે.આ પૂજામાં જયોતી સ્વરૂપે નારાયણની પૂજા થાય છે અને આ પૂજામાં માં વશુંધરા(પૃથ્વી) તેત્રીશ કરોડ દેવતા (બ્રહ્મા,વિષ્ણું અને મહેશ) આવે છે એમ સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ એ કહયું છે. અને આ વાત ભગવાન વિષ્ણુંનાં ૨૪માં અવતારમાંના એક રામદેવપીરએ પણ કહી છે. (જુઓ રામદેવ રામાયણ પેજ નં ૪૮,૪૯) (રામદેવપીરનું ફરમાન દરેક માસની સુદ બીજે જે સ્થળે પાટ પૂજા મંડાશે ત્યાં હું હાજર રહીશ આ મારું સિધ્ધ વચન છે.)રામદેવ રામાયણ પેજ ૯૧ અને ૧૯૭).

એપ્રિલ 4, 2010 at 7:02 પી એમ(pm) 2 comments

Satpanth, sanatan dharm chhe

(૯) સતપંથ, સનાતન ધર્મ છે
સતપંથ, સનાતન ધર્મ છે મનુ મહારાજે મનુ સ્મૃતિ મા અધ્યાય ચાર(૪) શ્લોક એક સો શણત્રિસ, એક સો અણત્રીશ (૧૩૭,૧૩૮)સનાતન ધર્મ નુ સ્વરૂપ મા કહ્યુ છે
सत्यं ब्रूयात्प्रियं ब्रूयान्न ब्रुयात्सत्यमप्रियम I
प्रियं च नानृतं ब्रूयादेष धर्म: सनातन: II१३७II
भद्रं भद्रंमिति ब्रुयाभ्दद्रमित्येव वा वदेत I
सुष्कवैरं विवादं च न कुर्यात्केन चित्सहII१३८II
સત્ય વદવુ અને તે ય પ્રિય બોલવૂ ,પણ અપ્રિય લાગે તેવુ સત્ય વદવુ નહીં; તેમ જ પ્રિય એવૂ અસત્ય બોલવૂ નહીં, આ જ સનાતન ધર્મ છે. (૧૩૮) ભદ્ર નહીં હોય તેને પણ ઢીક જ કહવુ અને ભદ્ર હોય તેને તો ભદ્ર જ કહવાય, પણ કોએની સાથે કદી પણ ખાલી વૈર કે વાદવિવાદ કરવા નહીં (૧૩૯) આપડા ઇસ્ટદેવ સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ ની (૧૦૦નિયમ ની) સિક્ષા પત્રી મા કહ્યુ
છે “સતે ચાલવૂ રાત ને દિવસ, તેમા સાચું બોલવૂ નિશ્ચે”(૨૯) કોઇ કેની ન કરસો નિંદા , જઇ ગતમાં ને કહો હેજંદા (નમસ્કાર). (૩) મીઠે વચને બોલો વીરા, તમ મુખે તો જલ્કે હિરા (૧૩) સાચો જુઠો નવ કરસો વાદ, જુઓ જુગ્ટાનો ન કરસો સ્વાદ. (૬૫)
મનુ સ્મૃતિ ના શ્લોક ૧૩૮ મા સનાતન ધર્મ ના સ્વરૂપ મા સત્ય વદવુ અને પ્રિય બોલવા નુ કહયુ છે અને સદગોર ની સિક્ષા પત્રી મા પણ સતે ચાલવૂ અને કોઇ ની નિંદા ના કરવા નુ કહ્યુ છે .

એપ્રિલ 4, 2010 at 7:07 એ એમ (am) Leave a comment

Hari parivar

(૧૦)પરિવાર પુજવા અને પાય પૂજવા :-
હરિ પરિવાર કોને કહેવાય :- આપણી યજ્ઞિવિધ માં આવે છે તમારો પિરવાર પ્રહલાદ,હિરશચંદ્ર,ધ્રુવ આ એનો પરિવાર છે.એની રાહે ચા૯યા ધર્મને સ્વીકાર કર્યો ઇ એનો પરિવાર છે.જો એની વંશાવણી પૂજાતી હોત તો કૃષ્ણ ભગવાન યાદવાસ ટળી ન કરી હોત,ઇમામશાહ મહારાજે એની વંશાવણીને પૂજવાનું નથી કહયું અને હિન્દુજાતના શાણાકાકાને ગાદીપિત બનાવ્યા હતા કારણ કે આ નાદ અને બુંદનો વિસ્તાર છે.બુંદમાંથી સર્જાલો સંસાર માયાના પ્રભાવમાં ભૂલો પડે છે. અને નાદથી સર્જેલો સંસાર એને સત્યની રાહ બતાવે છે.કેમકે નાદ
એટલે આવાજ(ગુરૂમંત્ર) જે કાનથી લેવામાં આવે છે.કોઇ પણ પીઠ કે ગાદી હોય એમાં અનેક શિષ્યો હોય. પણ જે ગુરૂનાં પદના લાયક બને અધિકારી બને તે બીજાને સત્યનો રાહ બતાવે આ કુદરતનો ક્રમ છે.મારકુંડ ઋિષના ભજનમાં આવે છે કે નાદ અને બુંદથી સર્જેયેલા સંસારને સત્યના રાહ પર પ્રેરણા આપે.અને એના રાહ ચાલે ઇ એનો પરિવાર.જે જે પરમાત્મા જે જે સમય ઉપર આવ્યા,ઋગ્વેદ હતો ત્યારે ઋગ્વેદના જે દેવો હતા તેઓના નામથી ચરણામૃત બનતુ.ર્યજુરવેદ હતું ત્યારે ર્યજુરવેદના દેવોના નામથી ચરણામૃત બનતું સામવેદ હતું ત્યારે સામવેદના દેવોના નામથી ચરણામૃત બનતું ફકત રીત રસમમાં ફેરફાર થાય છે અને આજ કળયુગમાં અર્થવવેદના દેવોના નામથી ચરણામૃત બને તો સહી સહી થાય.આજ ભગવાન શ્રી નિષ્કલંકી અને એના જે પાત્રો છે.આપણા સતપંથ શાસ્ત્રમાં કહેવાય છે કે મુનિવર જાગોને ગોરનર આવ્યા. જાંમ્બુદ્વીપ માં જાગી જયોત મુનિવર જાગો ને ગોરનર આવયા આપણી પૂજામાં આવે છે કે ગોરનરના તપે કરીને જીવના ગુના માફ કરો ગોર નરના જાપના તપે કરીને જીવના ગુના માફ કરો.
મનિચંતામણીમાં કહયું છે કે રૂપ હમારા કાલેશ્રી દેખી જગત બીહાય.ગુણવંતા ગુણ સાંખીયે જેની મુખે કિર્તી લખાય.આપણી શિક્ષાપત્રીના ૯૪માં શ્લોકમાં આવે છે કે આપણા સ્વામી જે રૂપે હોય તે રૂપે જાપ જપો મુનિવરભાઇ દશતરી ગાયત્રીમાં આવે છે કે જે કોઇ ચિત હરી શું લાય તેના ધર્મ વધેને પાપનો ક્ષય થાય.નમો નમો પરીબ્રહ્મ નારાયણના નામને નમો.
શાસ્ત્રોમાં જે રાહ બતાવ્યો છે એમા જેનું મન અડીખમ રહયું.જેને ધીરજ રાખીને અડગ મન બનાવ્યું છે એનું કામ થાશે.ગંગા સતીએ પણ કહયું છે મેરૂ તો ડગે પણ જેના મનડા ન ડગે,ભાંગી પડે આ બ્રહ્માંડ વિપત પડશે પણ વળશે નહી સો હરિજન પ્રમાણ.આવીજો આપણામાં અડગતા હશે તો પરમાત્મા આપણા સાથે જ છે.પણ આપણું મન ડરી જશે, ઢીલાપડી જાશું તો પરમાત્મા કે હું શું કરું.તમારા કારણે મને ચિંતા ઉપની રખે તમે બેઇમાની થાતા હો .ભક્તિ જે થાય તે પણ મનને અડગ રાખો નકર રાખો એક નહી અનેક શાસ્ત્રોમાં પૂરાવા મળશે.

એપ્રિલ 4, 2010 at 7:02 એ એમ (am) Leave a comment

એપ્રિલ 4, 2010 at 7:00 એ એમ (am) Leave a comment

એપ્રિલ 4, 2010 at 6:55 એ એમ (am) Leave a comment

Satpanthi bandhu

સતપંથીબંધુ
મારા વ્હાલાં સતપંથીબંધુઓ ને મારી એક નમ્ર અરજ ભાવિક સતપંથીબંધુઓ..

એક વિચાર ઉદભવે છે સાચા સતપંથી બનવાનો.આપણે સૌ સતપંથ ધર્મનું આચરણ-પાલન કરીએ છીએ.ધર્મ આત્માનું ક૯યાણ કરે છે. આપણો આ ધર્મ વડીલોના આશીર્વાદ જ છે.સતપંથધર્મના પાયાના નીતિનિયમોનું પાલન આપણા વડીલો ચુસ્તપણે કરતા હતા.જયારે આજે ઉણપ જોવા મળે છે.આ માટે આપણે સૌ જવાબદાર છીએ.હજુય મોડું નથી થયું,ફરીથી આપણે જાગીએ.સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળે,આપણું જીવન ઉજ્જવળ બની રહે,આપણા બાળકોને પરીવારને ધર્મ અને ધર્મના નિયમો સમજવાની જીજ્ઞાસા ઊઠે એવી ભાવના આપણે સૌ સાથે મળીને કરીએ તો? ફરી પાછું આપણું ગામ,સમાજ,કુટુંબ આદર્શ સતપંથી બની રહે.ધર્મનું જ્ઞાન
ભલે આપણને પૂરેપુરું આજસુધી નથી મ૯યું.હવે આપણે જ એ મેળવવા આગળ કદમ મૂકીએ.જાણીએ છીએ ગુરૂ વિના જ્ઞાન નહી.જ્ઞાન વિનાનું જીવન નહી.ઈશ્વર આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એ આપણા આત્માના ક૯યાણ અર્થે જ છે.આપણા સતપંથ ધર્મમાં જપ,તપ,ધ્યાન,ભિકત,ઉપાસના આ પાંચ પગિથયા જીવનને સુગંધથી મહેંકતું કરવાની,પ્રભુના આશીર્વાદ મેળવવાના સરળ રસ્તા છે. ભક્તિ વિના ભગવાન નહિ.ધર્મના નિયમોનું પાલન વિના સાચા ધર્મપ્રેમી નહીં. કલીયુગમાં એવું ચાલે જ.આ શબ્દોથી દૂર રહીએ.આપણું જીવન આપણા ક૯યાણ અર્થે છે.શુધ્ધ શાકાહારી અને નિવ્યસની ભક્તિ માં ખૂબ જ ઝડપથી આગળ આવી શકે છે.આ માર્ગ કઠીન જરૂર છે પણ અશકય નથી.વર્તમાન સમયને ભૂતકાળના સમય સાથે નિહાળીને જોવા માટે પ્રયત્ન કરીએ તો સાચો રાહ મળશે જ.પૂજા અને તેનું મહત્વ વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે એ રાહ છે જ.આપણે ત્યાગવું નથી.થોડી ઉણપો જ દૂર કરવાની જરૂર છે.જૂની અને નવી પુસ્તકો નો અભ્યાસ જરૂરી છે. ૐ માં આપણું હિન્દુત્વ છે.શા માટે એનો ત્યાગ કરીએ?.આપણે સૌ હિંદુ છીએ.ધીરે ધીરે સમજીને સાચા માર્ગ તરફ આગળ વધીએ.સમજીને,વિચારીને,આજના સમયને ધ્યાનમાં લઇએ.સૌને પ્રેરણા દઇએ.મૂળબંધનો અભ્યાસ કરીએ.સૌને સમજાવીએ.બ્રહ્મા,વિષ્ણુ,મહેશને યાદ કરીએ.નિયમ પ્રમાણે પૂજા કરીએ.સતપંથી સમાજની સાથે જ જોડાઇ રહીએ.એકલા પડવાથી આપણને શો ફાયદો?.ભૂલ ભૂલામણીઓ,મુશ્કેલીઓને સમજીને આગળ વધીએ.કારણ કે આપણો ધર્મ સતપંથ સનાતન ધર્મ સતપંથી સમાજ આપણા સૌનો છે.વડીલોના આત્માને વ્યિથત થવાના કાર્યથી દૂર રહીએ.સૌ સતપંથીઓ સાથેના સાથી બની રહીએ એ આપણી પહેલી ફરજ છે.પૂજાવિધી ની શાંતિ પ્રિય ભક્તિ પ્રેમ સાચા સતપંથ ધર્મની સીડી છે.આપણે સહભાગી બનીશું તો આપણા બાળકો જરૂર સહભાગી બનશે જ.વર્તમાન સમયની મુશ્કેલીઓ આપણને ઓછા ખર્ચ કદમ મૂકવા અનુરોધ કરે છે.શ્રધ્ધાળુ સતપંથીઓ આ માટે પ્રયત્ન અવશ્ય કરશે એ જ. પ્રાર્થના.પીરાણાપંથ નિ કે સતપંથસનાતન ધર્મ હિંદુઓનો છે.આજ દિન સુધી એ માર્ગે જ છીએ.પણ કયાંક ભૂલો છે.એ સમજવા પ્રયત્ન કરીએ.આપણે આગળ આવીશું તો આપણો પરીવાર સહભાગી બનશે જ.કોઇની વાતો સાંભળી આવીએ એના કરતાં આપણે જાતે જ આપણા સતપંથ ધર્મનાં સાહિત્ય અને મૂળબંધનો અભ્યાસ કરીએ.અભ્યાસ વિના સાચા માર્ગ પર કદમ જવાના નથી.ધર્મનુ પાલન,નિયમોનું પાલન )આચરણ(,અ૯પ ખર્ચ,પૂજાવિધિ માં હાજરી,ગુરૂ સ્મરણ,તેત્રીસ કરોડ દેવતાઓના ચરણામૃતનું આચમન,શુધ્ધ ભાવના,તનમનની સ્વછતા આ બધા જ પાસાઓ તરફ જાગૃત રહીએ.ધીરે ધીરે ધર્મના જ્ઞાનનો જીવન જીવવા અને માણવામાં સાથ લઇએ.સૌનું સારું તો આપણું સારું એવી ધર્મ ભાવના જીવનમાં કેળવીએ.આ માત્ર શબ્દનો શણગાર નથી પરંતુ આપણા સૌના જીવનને સાચા સતપંથી બનાવવા માટેનો અ૯પસૂર છે.સતપંથ ધર્મના દીપની જયોતમાં જીવનનાં અંધારાને નિહાળીને સાચુ ખોટું સમજવા આગળ આવીએ.જયોત સે જયોત જલે જેમ એક એક કરતાં વિશાળ સમુદાય થઇએ.સાચા સતપંથી સમાજમાં ભળવા માટે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીશું તો સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળશે જ. રકતકણની શુધ્ધતા હશે તો સદવિચારો આપોઆપ ઊઠશે.માસાહારથી દૂર જ છીએ અને આપડા બાળકો મા એનો વિચાર પણ ન આવવા દઇએ.આ આપણા જીવનના ક૯યાણ અર્થે આટલું ન કરીશું તો જીવનનો અર્થ શો? શતપંથ ધર્મના અનુયાયીનો અર્થ શો? વિચારો,જરૂર રાહ મળશે જ હજુય કંઇ મોડું નથી થયું.જીવનની જયોત સળગશે જ અંતર આત્માની સાચી ઓળખ અને દર્શન આપણા વૈદિક સતપંથ સનાતન ધર્મથી જ થશે.આમ તો આપણા આ ધર્મને કોઇ પ્રચાર કે મોટા જનસમુદાયની જરૂર નથી.આજના વર્તમાનયુગમાં ધર્મના નામે અનેક પંથો સંસ્થાઓનો જાણે રાફડો ફાટી નીક૯યો છે.પણ આપણો ધર્મ તો ધણો પ્રાચીન અને વૈદિકકાળથી ચાલતો આવ્યો છે.અનેક ભ્રમણામાં કે વાદિવવાદમાં ન પડતા એનો સાચા માર્ગે અભ્યાસ જરૂરી છે.ઇમામશાહ મહારાજે કહયું છે કે ચેતીને ચાલજે મારા બંધુ કારણ કે આ કલયુગનો સમય છે અનેક ફાંદ રચાશે એમાં ફસાયા તો નીક૯વાનો કોઇ માર્ગ ન મળે એટલે જ તો ધર્મને સતપંથ કહયો છે.આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવા સતપંથી પરીવારમાં જન્મ લીધો છે. તો શા માટે આપણે ધર્મથી અળગા રહીએ.આપણે દરેક ધર્મનો આદર કરવાનો છે. અને આપણા ધર્મનું પાલન કરવાનું છે એમાં કયાંક ચૂક ના રહીજાય મારા સતપંથીબંધુઓ.એજ અભ્યર્થના સાથે મારા જય ગુરૂદેવ.
એક સતપંથીબંધુ
હે પરમકૃપાળુ પરમેશ્વર
સ્મરણ તારૂં કરતાં કરતાં સવારની શરૂઆત કરાવી દેજે,તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં પ્રભાતનું સોનેરી કિરણ દેજે.ડગ મારા મંદિર તરફ વળે એવો ઇશારો મને તું કરી દેજે.મુજ નયનમાં સુખ શાંતિ નું એક જ મંદિર તું ખડુ કરી દેજે.રીઝવી ના શકું ભલે જગને મીઠી વાણીની મીલકત મને દેજે નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.ભટકતું મન સ્થિર થાય તારામાં તારા દરવાજે લાવી ખડું કરી દેજે.અંત સમયે તારામાં જ રહું સગપણ તું મને દેજે.કરે જગત યાદ એવું જીવન મને દેજે.

એપ્રિલ 2, 2010 at 11:41 એ એમ (am) Leave a comment

સંત શ્રી ખેતા બાપા

સંત શ્રી ખેતા બાપા ના પડ દાદા શ્રી સૂરા બાપા સહ પરિવાર સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ ના સિકરા ગામ આવી વાસ્યા. તેમના પુત્ર ગોવિન્દ બાપા હતા તેઓ સત્પંથ ધર્મી હતા અને તેઓએ આધ સકતી માં ની ઘર મા અખંડ જ્યોત જલાવી રાખી હતી તેમના પુત્ર નુ નામ ગોપાલ બાપા હતુ ઇ. સ.૧૫૩૨ મા ગોપાલ બાપા સીકર ગામ છોડી ને માનકુવા આવી વસયા ગોપાલ બાપા એ અનેક પરચા દિધા હતા એક વખત ગામ મા કાનજી મહારાજ નો પુત્ર બીમાર પડ્યો દવાદારૂ કરવા છતાય કાય ફર્ક નોતો પડતો એટલે મહારાજ બાપા ના સરણે ગયા બાપા ની પ્રાથના થી બાણક ઠીક થઇ ગયો બાપા ની પીરાઇ ની વાતો ગામ મા થવા લાગી.એક વાણીયા એ બાપા ને બદનામ કરવા જ્ઞાતિ જનોં મા ચિઠ્ઠી મોકલી કે ગોપાલ બાપા એ આખી નાત ને જમવા નોતર્યા છે .સમગ્ર જ્ઞાતિ જન આવતા હતા અને ગોપાલ બાપા વાડ઼ી મા કામ કર્તા હતા.ગોપા બાપા એ એક હાઁડલા મા રસોએ બનાવી ને સમગ્ર નાત ને જમાડયા હતા સં. ૧૬૧૭ મા બાપા એ પૂ. માતાજી લખમા મા સાથે સમાધી લીધી.
ગોપા બાપા ના પુત્ર સિવજીબાપા હતા સિવજી બાપા પુત્ર ખેતા બાપા સાથે પરિવાર સહ માનકુવા છોડી ને ભડલી(થરાવડા) આવી (વધુ…)

માર્ચ 27, 2010 at 8:14 પી એમ(pm) Leave a comment

Older Posts Newer Posts


चिट्ठाजगत

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 4 other subscribers

Music Playlist at MixPod.com

Blog Stats

  • 7,517 hits