ॐ ॐ ॐ પરમ કૃપાળુ પરમાત્મા નિ આજ્ઞા થી આ કરી રહ્યો છું 

      પ્રથમ નમું ગણપતિ દેવને દુજા નમું સરસ્વતી માય રે 
                               રણુજા દેવ રક્ષા કરે ,એ તો નકલંકી રાય રે
      પ્રથમ ગુરુ પદ ને પૂજીએ  , જેને આપ્યું  નિજ જ્ઞાન રે 
                               એ  જ્ઞાન થાકી  ઓળખ્યા  નકલંકી રાય રે
                ગુરુ પદ  પૂજતા  તીનો  લોક  પૂજાય 
                          શિવ  વિરંચી  શારદા  ગુરુ તણા યશ ગાય 
               ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા
                         ગુરુ સાક્ષાત પરીબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવો નમઃ  

મે 13, 2010 at 4:19 પી એમ(pm) Leave a comment

Blogger na be bol

બ્લોગર ના બે બોલ


ૐ નમો નિષ્કલંકી નારાયણ નમો નમ:

એક લાંબા સમયથી આ વાતની જરૂરત મહેસૂસ થઇ રહી હતી કે એક એવું બ્લોગ તૈયાર કરું જે સતપંથ ધર્મનું સાચુ સફટીક તેમજ સ્પષ્ટ પરીચય આપે જેમાં કોઇ વિષયને વધારે પડતું મહત્વ આપી તેને ઉભારવામાં ન આવે કે ન કોઇ વિષયની અવગણના કરીને તેને દબાવવામાં આવે.એકદમ સાફ અને સ્પષ્ટ શૈલીમાં પૂરા સંતૂલન સાથે બતાવ્યું હોય કે સતપંથ ધર્મ શું છે? એનું મૂળ સ્વરૂપ તત્વ અને એની શીખામણ શું છે. જે લોકો સતપંથી હોવા છતાંય સાચારૂપમાં સતપંથને નથી જાણી શકતા કે સતપંથ ધર્મ શું છે.આ બ્લોગ આજ આવશયકતાનું પરીણામ છે.અને ખોટી રૂઢી વાદી માન્યતા અને બાધાઓમાં માનનારાઓ માટે એક સાચો પંથ બતાવનાર સતપંથ છે.આ બ્લોગ માં સન્ક્ષિપ્ત વર્ણન પણ છે અને સહિવસ્તાર વર્ણન પણ છે.આ માટેનું કારણ માત્ર આજના સમયની માંગ છે.જૂઠી વાતને જો હેરાફેરી કરીને સાચું દેખાડીને રજૂ કરે તો એક સાચા એવા માણસને પણ વિચારતો કરી મૂકે છે.એની સામે જે કંઇ પ્રસ્તુત કર્યુ છે.એ વાસ્તવમાં સો ટકા સાચુ તો નથી જ પણ કોઇ સીધા તોર પર ડટીને ખોટાને સાચુ કહીને પ્રસ્તુત કરે તો સોચવાવાળાના દિમાગ અને દિલ વ્યાકુળ થઇ જાય છે આ પ્રકારની વાતે હર નિષ્પક્ષ મનુષ્યની ભાંતિ મારા મનને પણ ડંખોળી નાખ્યું એટલે મેં સત્યને સામે લાવવા માટે આ બ્લોગ નો સહારો લેવાનું ઉચીત સમજયું મારો પ્રયાસ છે કે કોઇ એવી વાત ન લખાય કે જેથી કોઇની ધર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે.મને આશા જ નહી પણ યકીન છે કે આ બ્લોગ માં તમને એવી કોઇ વાત નહી મળે અને મારી વાતના પુરાવા માટે મેં આપણા સનાતન ધર્મનાં પુસ્તકો શાસ્ત્રો (વેદ, ઉપિનષદ, સ્મીરીતીઓ, ભાગવત કથા, મહાભારત, રામદેવ રામાયણ,દેવાયત પંડીત, વગેરે) પુસ્તકોનાં અધયન કરીને લખ્યું છે.
આ બ્લોગ ને પ્રસ્તુત કરવામાં મારા મિત્ર નરેશ ભાઈ ભાઠા એ મને સહયોગ આપ્યો છે તેઓનો દિલથી આભાર માનું છું.ફરી એક વખત ક્ષમા માંગુ છું કે મારાથી જાણે અજાણે કોઇ વાત ઉપર તમારી ભાવનાઓને ઠેસ લાગી હોય તો હું પૂર્વત: હી ક્ષમા માંગુ છું.જે ખોટી માન્યતાઓ અને રૂઢીગત સંકુચિત વિચારો અને રીતિરવાજો માંથી સતપંથીઓને હવે સાચો સત્નો પંથ મળે તે માટેનો એક નાનો સરખો પ્રયત્ન આ સાથે હું કરું છુ

લી . આપનો. નીતેશ છાભૈયા

મે 12, 2010 at 8:08 એ એમ (am) 1 comment

Sadguru shri imamshah maharaj jivan parichay

ગુજરાતમાં સતપંથ સનાતન ધર્મ સ્થાપનાર શ્રી સદગુરુ ઇમામશાહ મહારાજનો પરિચય
સતપંથ ધર્મ અનાદિ કાળથી ચાલતો આવેલો છે તેનુ અંતરંગ એક જ હોય છે. માત્ર તેનું બ્રહ્મસ્વરૂપ પિરિસ્થતી મુજબ દરેક વખતે બદલાય છે.સત્યુગમાં બ્રહ્મદેવે સ્થાપના કરેલો સતપંથ યુગધર્મ ત્રેતાયુગમાં તે વખતની પિરિસ્થિત પ્રમાણે ફેરફાર કરી વસિષ્ઠ મુની એ જગતમાં આગળ મૂકયો અને વ્યાસજીએ દ્રાપરયુગનો સતપંથ ધર્મ તે યુગ પ્રમાણે ફેરફાર સાથે મૂકયો.હાલ કળયુગમાં એ જ સતપંથ યુગધર્મ પરિસ્થિતિ મુજબ યોગ્ય ફેરફાર કરી યુગગુરૂ શ્રી ઇમામશાહ મહારાજે આ કળયુગમાં દુનિયા આગળ મૂકયો છે.આ રીતે સત્યુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગમાં જગતનાં ઉધ્ધાર (વધુ…)

મે 11, 2010 at 3:07 પી એમ(pm) 9 comments

Ved ane vedant

વેદ અને વેદાંત
       પરમાત્માએ આ સૃષ્ટિ નુ સર્જન કર્યુ છે પણ કોઇ એમ ન કહે હૂઁ આ જાણુ છૂ .આ સત્પંથ ધર્મમા એવા કેતલાય મહાપુરુષો થઇ ગયા.માનકુવા ગામમા વાલજી બાપા હતા એના બહેન અને બનેવી અંગિયા ગામમા રહેતા હતા. એમને જ્યારે જ્યારે એમના બહેન બનેવી જોડે સત્સંગ કરવો હોય ત્યારે તે ઘરના છજા ઉપર ઉભા રહી ને હાકલ કરે આવજો રુડ બાઈ, આવજો પટેલ આજે સત્સંગ કરવો છે. અને તે સન્દેસ છેક અન્ગીયા પહોચી જાય અને બહેન બનેવી રાત ના સત્સંગ કરી ને સવાર ના પાછા પહોચી જાય. બીજી વાત વીરાણી ગામની છે. જ્યારે ગામડ઼ે ગામડે શુદ્ધ ઘીની અખંડ

(વધુ…)

મે 11, 2010 at 3:06 પી એમ(pm) 2 comments

Samajik aekta

 આપણા પૂર્વજોની સામાજીક એકતા પ્રત્યેની આજની ચીન્તા.
 આપણા પૂર્વજો સામાજીક એકતા પ્રત્યે સચેતન હતા.તેમનું જીવન તથા તેમના કર્મો સ્વરૂપ સમાજમાં એકતા તેમજ દીવ્ય આદર્શોથી યુકત ધ્યેયને ચરિતાર્થ કરતું હતું.તેઓ સમાજને એક પરિવારના રૂપમાં જોતા હતા.પરંતૂ વર્તમાન સમયમાં સમાજ કેટલીક કલીયુગી ગહન સમસ્યાઓનો સામનો કરી રહયો છે.સમાજના કેટલાક માર્ગ ભૂલેલા ભાઇઓ પારસ્પિરક દ્રેષ ભાવનાને કારણે એક બીજાના શત્રૂઓ

(વધુ…)

મે 9, 2010 at 7:50 એ એમ (am) Leave a comment

Shri umiya mataji mandir -modasha kes vastvikta

શ્રી ઉમીયા માતાજી મંદિર – મોડાસા કેસ વાસ્તવિક્તા
               શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – મોડાસા વિભાગ (આશરે ૭૨ કંપાઓ)ના મોડાસા સ્થિત શ્રી ઉમીયા માતાજી મંદિરના નિર્માણ બાબતે હાલમાં ચાલતા વિવાદ અંગે સમાજ્ના દરેક વ્યક્તિએ કંઇક સાચી સમજણ કેળવવા તેમજ ચિંતન કરવાની જરૂર છે. તે વિવાદ અંગેની વાસ્ત્વિક્તા નીચે મુજબ છે. સૌને મારી નમ્ર અરજ છે કે કોઇ પણ અપ્રચાર અથવા અપ્રચારી લોકો થી ચેતી ને રહો અને સમાજની એક્તા બનાવી રાખવામાં અમારી મદદ કરો.
આપ સૌ જાણો છો તે મુજબ, મોડસા સમાજ એક આદર્શ અને નમુનેદાર સંગઠીત સમાજ હતો. પરંતુ કેટલાક સમયથી શ્રી ઉમિયા માતાજી મંદિરના વહીવટ બાબતે સ્પષ્ટીકરણ ન થતાં આ વિવાદ ઉભો થયો છે.
ઇ.સ.૧૯૫૪ માં મોડાસા વિભાગ કચ્છ કડવા પાટીદાર ભાઇઓ એ સંપ અને સહકાર્થી શ્રી કચ્છ કડવા પાટીદાર મોડાસા વિભાગ સમાજવાડી માટે જમીન ખરીદી અને વહીવટી કરોબારીની રચના કરી જેના પ્રથમ પ્રમુખ વડિલશ્રી વાલજીભાઇ અરજણભાઇ છાભૈયા – બુટાલકંપા વાળા હતા. સમય જતાં આજ સમાજે ઇ.સ. ૧૯૭૨માં મડાસણાંકંપાના વડિલશ્રી (વધુ…)

મે 8, 2010 at 10:30 પી એમ(pm) 3 comments

Satpanth dharm su chhe ?

 

(૧)  સતપંથ ધર્મ શું છે. ?
સર્વધર્મ નું મૂળ સત્ય પર આધારિત છે, આ અિદ્વતીય સત્ય છે. જે રીતે એક નાનુ બીજ મોટા વૃક્ષનો આધાર છે તેજ પ્રકારે સુક્ષ્મ મહાન સત્ય(આત્મા)ને ઓળખવાનાં માર્ગને સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજએ સતપંથ નામ આપ્યુ છે. ૐ (ઓમ) પ્રણવ બ્રહ્મનું સ્મરણ કરવાની સાથે જયોતિ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરવાનું સતપંથ ધર્મમાં બતાવ્યું છે. સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજએ માનવ જીવનનો અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ બતાવ્યો છે.મોક્ષની વ્યાખ્યા સૂફી સંતએ ભકતોને માત્ર સોળ સરળ શબ્દો કલીતારક મંત્ર તરીકે નીચે મુજબ કરી છે. ૐ શ્રી નિષ્કલંકીનારાયણાય નમો નમ: ઉપરોકત મંત્રનો જાપ અને ચિંતન કરવાથી જીવાત્માને સંસારની મોહમાયાથી છૂટકારો આપી પરબ્રહ્મની
 
(વધુ…)

મે 8, 2010 at 5:49 પી એમ(pm) 2 comments

Imamshah maharaj

 

(૨) સતપંથ ધર્મ ના આધ સ્થાપક સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ કોણ હતા ?
જાત ન પૂછો સાધુકી,જો પૂછો સો જ્ઞાન,
 
 
 મૂલ કરો તલવાર કા પડા રહને દો મ્યાન.
સદગોર ઇમામશાહ મહારાજ કલયુગના બ્રહ્મા છે જેમ કર્તાયુગમાં અમરતેજ મહારાજ હતા ત્રેતાયુગમાં વિશષ્ટમુની હતા દ્રાપર યુગમાં મહિર્ષ વેદવ્યાસ હતા અને કળયુગમાં સદગોર ઇમામશાહ મહારાજ છે.કર્તાયુગની બહુ જાણકારી શાસ્ત્રોમાં ન મળી પણ ત્રેતાયુગના ગોર વિશષ્ટમુનિ હતા તેની માં નર્તકી હતી.નર્તકીના પુત્ર હોવાથી વશિષ્ટ મુનિને ત્રેતાયુગમાં કોઇ ગુરૂ તરીકે માનવા તૈયાર નહોતા થયા.દ્રાપરયુગમાં ગોર મહિર્ષ વેદવ્યાસનું પ્રાગટય કેમ  
(વધુ…)

મે 8, 2010 at 5:00 પી એમ(pm) Leave a comment

Dasond

(૩) દશૌદ એટલે શું? :-
મૂળબંધનાં અંદર બતાવ્યું છે કે ૧ શ્વાસ લઇને એનિ ૧ ક્ષણ થાય ,૬ શ્વાસનિ ૧ પળ થાય, ૬૦ પળનિ ૧ ઘડી થાય અને ૬૦ ઘડીનો ૧ દિવસ અને રાત થાય આને ગુણાકાર(૧x૬x૬૦x6૦= ૨૧૬૦૦)કરીએ તો ૨૧૬૦૦ થાય અને મણસ ૧ દિવસમાં ૨૧૬૦૦ શ્વાસ ઉશ્વાસ લે છે.હવે આ ૨૧૬૦૦ નો દશમો ભાગ દશૌદ કહેવાય.આ દશૌદ દિધા વગર જીવ પાવન ન થાય પરમાત્માને મેળવી ન શકે ૨૧૬૦૦નો દશમો ભાગ ૨૧૬૦ થાય તમારા ગુરૂએ જે મંત્ર આપ્યો હોય એની ૧૦ માળા સવાર અને ૧૦ માળા સાંજે ભગવાનના નામની કરવી જોઇએ.એક માળામાં ૧૦૮ મળકા હોય ૧૦ માળા કરીએ તો ૧૦૮૦ થાય આમાથી ૮૦


નામ તમને માફ કરે અને ૧૦૦૦ નામ જો ગુરૂની છબીને હ્યદયમાં લઇ એને શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી માળાનો મળકો મૂકો તો આધ્યાત્મરૂપે રોજનું જ્ઞાન ગ્રહણ કરી શકાય અને દરરોજનું જ્ઞાન ન કરીએ તો હ્યદય મેલું થાય આપણે આ ભૂમી ઉપર ભારરૂપ બનીએ

મે 5, 2010 at 9:39 એ એમ (am) 3 comments

Samadhi

   
(૪) સમાધીની ક્રિયા :-
સતપંથ ધર્મમાં મૃત્યુબાદ મનુષ્યનાં શરીરને ભુમીદાગ સમાધી આપવામાં આવે છે જેનો સારાંશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે.આ ભૂમીદાગ માત્ર સતપંથીઓને અપાય છે એવું નથી.સતપંથીઓ સિવાય સંન્યાસી, સાધુગણ, રબારી, કબીરપંથી,હરીજનો તદ્ઉપરાંત બ્રહ્મવેતાઓને બહોળી સંખ્યામાં ભૂમીદાગ અપાય છે.યુગ પ્રમાણે નાં દાગ શાસ્ત્રોમાં         
સૂચવેલા છે.પહેલા કર્તાયુગમાં વાયુદાગ હતો,બીજા ત્રેતાયુગમાં જળદાગ હતો,ત્રીજા દ્રાપરયુગમાં અિગ્નદાગ હતો અને આજે કિળયુગમાં ભૂમીદાગનો સ્પષ્ટ ઉ૯લેખ છે જે નીચેના સંસ્કૃત શ્લોક પરથી પૂરવાર થાય છે.  
(વધુ…)

મે 5, 2010 at 8:43 એ એમ (am) Leave a comment

Older Posts


चिट्ठाजगत

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 4 other subscribers

Music Playlist at MixPod.com

Blog Stats

  • 7,511 hits