Imamshah maharaj

મે 8, 2010 at 5:00 પી એમ(pm) Leave a comment

 

(૨) સતપંથ ધર્મ ના આધ સ્થાપક સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ કોણ હતા ?
જાત ન પૂછો સાધુકી,જો પૂછો સો જ્ઞાન,
 
 
 મૂલ કરો તલવાર કા પડા રહને દો મ્યાન.
સદગોર ઇમામશાહ મહારાજ કલયુગના બ્રહ્મા છે જેમ કર્તાયુગમાં અમરતેજ મહારાજ હતા ત્રેતાયુગમાં વિશષ્ટમુની હતા દ્રાપર યુગમાં મહિર્ષ વેદવ્યાસ હતા અને કળયુગમાં સદગોર ઇમામશાહ મહારાજ છે.કર્તાયુગની બહુ જાણકારી શાસ્ત્રોમાં ન મળી પણ ત્રેતાયુગના ગોર વિશષ્ટમુનિ હતા તેની માં નર્તકી હતી.નર્તકીના પુત્ર હોવાથી વશિષ્ટ મુનિને ત્રેતાયુગમાં કોઇ ગુરૂ તરીકે માનવા તૈયાર નહોતા થયા.દ્રાપરયુગમાં ગોર મહિર્ષ વેદવ્યાસનું પ્રાગટય કેમ  
થયું એના ઉપર ચર્ચા કરીએ મહાભારતમાં બતાવ્યું છે કે પરાષર ઋષિ જંગલમાં તપ કરવા જતા હતા અને વાટમાં નદી આવી સાંજનું સમય હતું નાવિકો નાવ છોડીને ઘરે જતા હતા એવામાં પરાશર ઋષિએ માંગણી કરી કે મને નદી પાર જાવું છે ત્યારે નાવિકોએ ના પાડી ત્યારે એક નાવિકની કન્યા મચ્છકદ્યાએ કહયું કે હું તમને નદી પાર કરાવી આપું છું.મચ્છકન્યા પરાશર ઋષિને મૂકવા જાય છે.નાવ એકદમ નદીની વચ્ચે પહોંચે છે ત્યારે પરાશર ઋષિ અને મચ્છ કન્યાનો સંયોગ થાય છે અને કુદરતનું કરવું કે એ મચ્છકન્યાના ગર્ભથી નવ મહીને બાળકનો જન્મ થયો અને એ બાળક ત્રેતાયુગના ગોર મહિર્ષ વેદવ્યાસ હતા. એ સમયમાં વેદવ્યાસને કોઇ ગોર તરીકે માને? ન માને કારણ કે આ મચ્છકન્યાપુત્ર હતા.એમ આ કિળયુગમાં ભગવાને માણસોની કસોટી કરવા આ રૂપ લીધું છે.એને જગત કેમ માને.મહિર્ષ વેદ વ્યાસે મહાભારતની રચના કરી ભવિષ્ય પૂરાણની રચના કરી ચારે વેદનું ફરીથી પરીપાઠન કર્યુ,ભાગવતકથાની રચના કરી અને આજે એ દ્રાપરયુગના બ્રહ્માપાત્ર મહિર્ષ વેદમ વ્યાસ તરીકે ઓળખાય છે. તેવી જ રીતે કલયુગ માં આ રૂપ લઈ ને આવ્યા છે જેને જગત કોય રૂપે કબુલ જ નહિ કરે

Entry filed under: imamshah maharaj, pirana, satpanth, SATPANTH DHARM.

Dasond Satpanth dharm su chhe ?

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


चिट्ठाजगत

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 4 other subscribers

Music Playlist at MixPod.com

Blog Stats

  • 7,517 hits