Shri umiya mataji mandir -modasha kes vastvikta

મે 8, 2010 at 10:30 પી એમ(pm) 3 comments

શ્રી ઉમીયા માતાજી મંદિર – મોડાસા કેસ વાસ્તવિક્તા
               શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – મોડાસા વિભાગ (આશરે ૭૨ કંપાઓ)ના મોડાસા સ્થિત શ્રી ઉમીયા માતાજી મંદિરના નિર્માણ બાબતે હાલમાં ચાલતા વિવાદ અંગે સમાજ્ના દરેક વ્યક્તિએ કંઇક સાચી સમજણ કેળવવા તેમજ ચિંતન કરવાની જરૂર છે. તે વિવાદ અંગેની વાસ્ત્વિક્તા નીચે મુજબ છે. સૌને મારી નમ્ર અરજ છે કે કોઇ પણ અપ્રચાર અથવા અપ્રચારી લોકો થી ચેતી ને રહો અને સમાજની એક્તા બનાવી રાખવામાં અમારી મદદ કરો.
આપ સૌ જાણો છો તે મુજબ, મોડસા સમાજ એક આદર્શ અને નમુનેદાર સંગઠીત સમાજ હતો. પરંતુ કેટલાક સમયથી શ્રી ઉમિયા માતાજી મંદિરના વહીવટ બાબતે સ્પષ્ટીકરણ ન થતાં આ વિવાદ ઉભો થયો છે.
ઇ.સ.૧૯૫૪ માં મોડાસા વિભાગ કચ્છ કડવા પાટીદાર ભાઇઓ એ સંપ અને સહકાર્થી શ્રી કચ્છ કડવા પાટીદાર મોડાસા વિભાગ સમાજવાડી માટે જમીન ખરીદી અને વહીવટી કરોબારીની રચના કરી જેના પ્રથમ પ્રમુખ વડિલશ્રી વાલજીભાઇ અરજણભાઇ છાભૈયા – બુટાલકંપા વાળા હતા. સમય જતાં આજ સમાજે ઇ.સ. ૧૯૭૨માં મડાસણાંકંપાના વડિલશ્રી
ખીમજીભાઇ પપ્રેમજીભૈ પટેલની આગવી સૂઝથી અને સમાજના તત્વચિંતક વડીલોએ અથાગ પ્રયત્નો કરી સમાજના દિકરા તેમજ દિકરિઓ માટે અધ્યતન હોસ્ટેલ બનાવેલ. જેની ફળશ્રુતી આજે સમાજ ભોગવી રહ્યો છે.
સમયાંતરે સમાજમાં શિક્ષણ્ની ભુખ જાગતાં ઇ.સ. ૧૯૮૫મા< શીવપુરાકંપાના વડિલશ્રી હરજીભાઇ વાલજીભાઇની દીર્ધદષ્ટિ અને શૈક્ષણિક અનુભવોને આધારે સમાજના અન્ય વડીલોના સહકાર્થી શ્રી ઉમા કેળવણી મંડળ અને શ્રી કચ્છ કડવા પાટીદાર ઉમીયા ટ્રસ્ટ મોડાસાની રચના કરી શ્રી સરસ્વતી વિધાલયની સ્થાપના કરી અને તેનું વિશાળ મકાન નિર્મિત કર્યું. જેનો લાભ આજે સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજનાં બાળકો લઇ રહ્યા છે.
મોડાસા સમાજનો વિકાસ થતો જોઇ આનંદપુરાકંપાના દાનેશ્વરી સમાજ પ્રેમી વડીલશ્રી નારણભાઇ વિશ્રામભાઇ પટેલને હજુ સમાજ વધુ પ્રગતિ કરે તેવા શુભાઅશયથી મોડાસા મધ્યે આવેલ પોતાની માલીકીની સોનાની લગડી જેવી આશરે ૨ એકર ૨૦ ગુંઠા જમીન સમાજ્ના ઉત્કર્ષ માટે આપવાની ઇચ્છા વ્યક્ત કરી.
પૂજ્ય વડીલશ્રી નારણભાઇ વિશ્રામભાઇ પટેલની આ ભાવનાની વાત પ્રગતી મંડલના અમુક સભ્યોને ધ્યાન્માં આવતાં આ સોનાની લગડી જેવી જમીન માત્ર ને મત્ર પ્રગતી મંડળને મળે તે રીતે “બાના ખત” શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના નામે કર્યો અને જ્યારે દસ્તાવેજ કરવાનો થયો ત્યારે પ્રગતિ મંડળના કેટલાક સભ્યો દસ્તાવેજ પ્રગતિ મંડળના નામે કરાવતા હતા પરંતુ વડીલશ્રી નારણભાઇ વિશ્રામભાઇ પટેલે આ દસ્તાવેજ વાંચ્યો ત્યારે દસ્તાવેજમાં પ્રગતિ મંડળનું નામ જોતાં તે નામ રદ કરાવી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, મોડાસા લખાવેલ છે, જે સુધારો આજે પણ દસ્તાવેજમાં મોજુદ છે.
ઇ.સ. ૧૯૯૪માં મોડાસા સમાજ અને પ્રગતિ મંડળના સભ્યો અમુક શરતોને આધારે શ્રી ઉમિયા માતાજી મંદિર અને નારણભાઇ વિશ્રામભાઇ ભોજવાડીના નિર્માણ કરાવવાની વાત ચલાવી. તે માટે ટ્રસ્ટ્ની રચના જરૂર હોઇ ટ્રસ્ત્ની રચના કરવા માટે સમાજની એક સમિતિની નિમણુંક કરી. પ્રગતિ મંડળના અમુક સભ્યોએ આ સમિતિને અંધારામાં રાખી સમાજે સુચવેલ બંધારણના મુદ્દાઓની અવગણના કરી. તેમને લાભ કરતા અને પ્રગતિ મંડ્ળ સિવાય્નો સમાજનો કોઇપણ વ્યક્તિ વહિવટ ન કરી શકે તેવા વિવાદાસ્પદ બીનજરૂરી અને સમાજને નુક્શાન થાય તેવા મુદ્દાઓ ઉમેરી ને મે. ચેરીટી કમીશ્નરમાં એનકેન પ્રકારે આ ટ્રસ્ટ રજીસ્ટર કરાવી લીધું. આ બધુ છુપાવવા માટે બંધારણની નકલો પ્રગતિ મંડ્ળ્ના વહીવટ્દારોએ પોતની પાસે રાખી.
આ ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયા પછી શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી નારણભાઇ વિશ્રામભાઇ ભોજવડીનું બાંધકામ શરૂ થયું, આ બાંધકામ ઝડપથી પુર્ણ થાય અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ જાય એવા આશયથી પ્રગતિ મંડળ્ના કેટલાક સભ્યોએ અંગત રસ લીઇ બાંધકામ ઝડપથી પુર્ણ કરાવી પ્રાણપ્રતિષ્ઠા માટેની તારીખ નક્કી કરી અને પ્રગતિ મંડળના કેટલાક સભ્યો ફાળો લેવા માટે કંપાઓમાં ગયા. તે સમયે કંપા વાળા જાગ્રુત ભાઇઓએ ૮/૩ ની કારોબારી સભ્યો માટે જાણવા કેટલાંક પ્રશ્નો કર્યા પણ તેનો જવાબ પ્રગતિ મંડળ તરફથી યાતો તેના સભ્યો તરફથી સંતોષકારક ના મલ્યો તથા તે લોકો સંતોષકારક જવાબ આપી ના શક્યા. તેથી કંપા વાળા જાગ્રુત ભાઇઓને લાગ્યું કે આ લોકો કંઇક છુપાવી રહ્યા છે અને જ્યારે કંપાવાળા ભાઇઓએ બંધારણની નકલ માંગી ત્યારે બંધારણની નકલ આપવા ગલ્લાંતલ્લાં કરી નકલ આપી નહીં.
પ્છી કેટલાક કંપાના ભાઇઓએ મે. રજીસ્ટાર કચેરી હિંમતનગરથી નકલ મેળવી લીધી. તે નકલ જોતાં માલુમ પડ્યું કે આ બંધારણ એક્તર્ફી અને પ્રગતિ મંડળની હીતમાં આ મિલ્કત અને વહિવટ રહે તેવો ઉલ્લેખ જણાયો. આ માહિતિ જાણી સમાજ્ના અમુક સભ્યોએ સમાજને અરજી કરી કે સમાજના હીતમાં આ બંધારણમાં સ્પષ્ટતાની ખાસ જરૂર છે.
આ માટે સમાજના હીતમાં મે.ચેરીટી કમિશ્નરને બંધારણ બાબતે “દાદ મેળવવા” અરજી કરી અને મે. ચેરીટી કમિશ્નરે આ બંધારણ રદ કરી નવું લોકશાહી ઢબે સમાજના હીતમાં બધારણ બનાવવા હુકમ કર્યો. હવે સવાલ એ ઉપસ્થીત થાય છે કે સમાજને નુક્શાન થાય તેવી વાતોનો ફેલવો કોણે કર્યો? તેમજ સમાજને નુકશાન થાય એ રીતે બંધારણમાં ચેડાં કોણે કર્યાં? ઉપરોક્ત સવાલો ઉપરાંત સમાજને વેર-વિખેર કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા જે આ મુજબ છે.
(૧) બંધારણ્માં જમીનના મુખ્યદાતા શ્રી નારણભાઇ વિશ્રામભાઇ પટેલ આનંદપુરાકંપાનું સરનામું છેતરપીંડી કરી ભળતા નામ વાળા શ્રી નારણભાઇ વિશ્રામભાઇ પટેલ ગીતાંજલી સોસાયટી મોડાસા કરવાની શું જરૂર પડી?
(૨) સમાજે કારોબારી સભ્યો ૮/૩ ની વાત કરી હતી તો બંધારણમાં ૮/૩ બાબતે સાધારણ સભા પણ ફેરફાર કરી શકે નહીં તેવું રજીસ્ટ્રેશન કરાવવાની શું જરૂર હતી? આ બંધારણ લોક્શાહી ઢબનું કેમ ગણાય ?
(૩) બંધારણ બાબતે દાદ મેળવવા મે. ચેરીટી કમિશ્નરને અરજી કર્યા બાદ પ્રગતિ મંડળના કેટલાક સભ્યોએ કેટલાક કંપા વાળાઓને ઉશ્કેરીને સનાતન સમાજ મોડાસા વિભાગની રચના કરી સમાજના ભાગલા પાડવાની શું જરૂર હતી? તેમજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કર્યા વગર અને સમાજની મંજુરી લીધા વગર મંદિરમાં કાયમી આરતી ચાલુ કરવાની શું જરૂર હતી?
(૪) પ્રગતિ મંડળમાં રહેલા સતપંથી ભાઇઓને હલકા પાડવા નનામી પત્રીકાઓ છ્પાવીને મોડાસાની બજારોમાં વહેંચવાનું હિનક્રુત્ય કોણે કર્યું? તેના માટે જવાબદાર કોણ?
(૫) મોડાસા નગરપાલીકાએ ઠરાવ કરી સોસાયટીના માર્ગનું નામ શ્રી હરજીભાઇ લાલજીભાઇ પટેલ રખેલ જે અરજી કરી કઢાવી નાખનાર કોણ? અને એનું કારણ શું?
(૬) સનાતન સમાજની રચના કરી પ્રથમ અધિવેશન રૂપે માતાજી મંદિરનાં પટાંગણમાં “શક્તિ પ્રદર્શન” કોની સામે કર્યું? અને કેમ કરવાની જરૂર પડી?
(૭) આનંદપુરાકંપા શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો બહિષ્કાર શા માટે કર્યો?
(૮) રૂપાલકંપા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા દરમ્યાન પ.પૂ સંતશ્રી કેશવદાશ મહારાજ સુંદરપુર અને પ.પૂ. સંતશ્રી મોહનદાસ મહારાજ વાંઢાય કચ્છવાળાને ખોટી માહિતિ આપી ઉશ્કેરણી જનક પ્રવર્ચન કરાવનાર કોણ હતું?
(૯) વડાગામ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠામાં સહભાગી થનાર સ્થાનીક સનાતન સમાજના ભાઇઓને ખોટી માહિતિ આપી ઉશ્કેરીને પ્રતિષ્ઠામાં જવાનો બહિષ્કાર કરાવાની શું જરૂર હતી?
(૧૦) શ્રી એચ.એલ. પટેલ સરસ્વતિ વિધાલયનો વહિવટ પારદર્શક રીતે થઇ રહ્યો છે અને શાળાની પ્રગતી ગુજરાતમાં પ્રથમ હરોળમાં છે તો પણ આ મંડળમાં વહિવટી દખલગીરી કરવા અને બળજબરીથી વહીવટ પડાવી લેવા વહીવટદારોને હેરાન કરવાનો અને ભવિષ્યમાં જોઇ લેવાની ધમકીઓ કોણ આપે છે? અને શા માટે આવુ કરવાની જરૂર પડે છે?
(૧૧) સતપંથી ભાઇઓ શ્રી ઉમીયા માતાજીને માનતા નથી તેથી માતાજીના મંદિરની પ્રતિષ્ઠા થવા દેતા નથી તેવો અપ્રચાર કોણ ફેલાવે છે?(કેમ સતપંથી ભાઇઓ કડવા પટેલ નથી?) અમરગઢકંપામાં રહેતા તમામ સતપંથી ભાઇઓએ સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ શ્રી ઉમિયા માતાજીનું મંદિર બનાવી અદભુત પ્રાણ-પ્રતિષ્ઠા કરી અને સેવા અર્ચન આજે પણ અવિરત ચાલુ છે તે વાત ધ્યાનમાં લેવા જેવી છે.
માતાજીનો વહિવટ અને શ્રી નારણભાઇ વિશ્રામભાઇ ભોજનવાડીના માલીક તરીકે માત્ર પ્રગતિ મંડળ જ હોઇ તેમાં મોડસા વિભાગના કંપાવાળાઓ આમા ક્યાંય દખલગીરી ન કરે તેવા પ્રયત્નો પ્રગતિ મંડળના અમુક લોકો કરી રહ્યા છે.
આથી સમાજ્ના દરેક ભાઇ-બહેનોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ બાબતે ચિણ્તન કરી સજાગ બનીએ જેથી કોઇ પણ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે કરી ને આપણા આ અતુટ સમાજના ભાગલાના પડાવી જાય.  
વિશેષમાં આપણે બધા સાથે હળીમળીને સંપ્રદાયવાદ ભુલીને સમાજની રીતે આપણા કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર અને નારણભાઇ વિશ્રામ ભોજનવાડીની પ્રાણ-પ્રતિષ્ઠા ધામ ધુમ થી ઉજવીએ.

Entry filed under: kutch kadva patidar, pirana, satpanth, SATPANTH DHARM.

Satpanth dharm su chhe ? Samajik aekta

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Anonymous  |  મે 28, 2010 પર 4:00 પી એમ(pm)

    Thanks for this information

    જવાબ આપો
  • 2. suresh nakrani  |  ઓગસ્ટ 5, 2010 પર 7:20 એ એમ (am)

    mara samaj na bhaio aa to umiya mataji nu apman chhe. aava dharm virudhi ne samaj mathi kadhi ne badha sathe mani ne mataji ni ujavani karvi joeae ane pragti mandal vada uper kendriy samaj ne action levu joeae

    જવાબ આપો
  • 3. Dhruv Kachhiya  |  નવેમ્બર 19, 2010 પર 8:57 એ એમ (am)

    We should do some thing

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


चिट्ठाजगत

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 4 other subscribers

Music Playlist at MixPod.com

Blog Stats

  • 7,517 hits